35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા ડો.કિરીટભાઈ સોલંકીનો સન્માન સમારોહ યોજાયો

વડોદરા શહેર ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીનો સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં હાજર કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા તેમની નિયુક્તિ બદલ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ડો. કિરીટભાઈ સોલંકીની આગેવાનીમાં અનુસૂચિત મોરચો વધુ મજબૂત બનશે અને સંગઠનાત્મક કાર્ય દ્વારા ભાજપની વિચારધારા જન-જન સુધી પહોંચાડાશે.

વડોદરા મહાનગર એસ.સી. મોરચાના પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમારે પોતાની ટીમ સાથે પ્રદેશ અધ્યક્ષ ડો. કિરીટભાઈ સોલંકીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.

નવનિયુક્ત અધ્યક્ષ ડો. સોલંકીએ સૌનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે તેઓ સમાજના વિકાસ અને સંગઠનની મજબૂતી માટે સતત કાર્યશીલ રહેશે.

Related posts

નિવૃત પોલીસ કર્મચારી દ્વારા અમદાવાદ બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ

admin

નાટ્ય વિભાગમાં, પર્ફોર્મિંગ આર્ટસ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ વિધાર્થી સંગઠનનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ

admin

માણેજા ક્રોસિંગ પાસે સિગ્નલ પર ઉભેલા ટુ વ્હીલર ચાલકને કચડી નાખ્યો

admin

Leave a Comment