Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈમાં ભાજપના ગૌરવ’નું અપમાનાકચરાના ઢગલામાંથી મળ્યા પક્ષના ઝંડા, કાર્યકરોમાં ભારે રોષ

ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલી નર્મદા કોલોની પાસેની એક કચરાપેટીમાં ભાજપના ચિહ્નવાળા ઝંડા રઝળતી હાલતમાં મળી આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ડભોઈમાં ભાજપનું એકહથ્થુ શાસન હોવા છતાં પક્ષના પ્રતીક સમાન ઝંડાઓ કચરાના ઢગલામાં જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે
ડભોઈ નાનોદી ભાગોળ વિસ્તારમાં નર્મદા કોલોની પાસે આવેલી જાહેર કચરાપેટીમાં આજે સવારે ભાજપના કેસરીયા ઝંડાઓ કચરા સાથે પડેલા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પક્ષ પ્રત્યે નિષ્ઠા ધરાવતા કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં રોષની લાગણી ફેલાઈ છે

​વારંવાર થતી ઘટના નોંધનીય છે કે ડભોઈમાં આ બીજી વાર બન્યું છે કે પક્ષના ઝંડા આ રીતે કચરામાં જોવા મળ્યા હોય. અગાઉ પણ આવી ઘટના બની હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી ષડયંત્ર કે બેદરકારી આ ઝંડા કોણે ફેંક્યા? શું આ કોઈ વિરોધ પક્ષનું પક્ષને બદનામ કરવાનું કૃત્ય છે, કે પછી પક્ષના જ કોઈ જવાબદાર વ્યક્તિની ઘોર બેદરકારી? તે તપાસનો વિષય છે નેતાઓમાં નારાજગી: ડભોઈમાં ભાજપનું શાસન છે, ત્યારે પોતાના જ પક્ષના ઝંડાનું આવું અપમાન જોઈને પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે પક્ષનો ઝંડો એ અમારી ઓળખ અને ગૌરવ છે. તેને કચરામાં ફેંકવો એ અસ્વીકાર્ય છે. આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ હાલમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જો ભાજપ સંગઠન દ્વારા આ બાબતે સીસીટીવી ફૂટેજ અથવા સ્થાનિક પૂછપરછ કરીને તપાસ કરવામાં આવે, તો જ સત્ય બહાર આવી શકે છે કે આ કૃત્ય અજાણતા થયું છે કે જાણીજોઈને પક્ષની છબી ખરડવા માટે કરવામાં આવ્યું છે.

Related posts

વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક માંડવી દરવાજા નીચે નવા વર્ષ ના પ્રથમ રવિવારે મેલડી માતા ના દર્શન કરવા માઈ ભગતનો ઘોડાપૂર ઉમટ્યું

admin

નસવાડીમાં રમઝાન નિમિત્તે ખિદમત ગ્રુપ દ્રારા સસ્તા દરે ફ્રૂટ વેચાણના સ્ટોલ શરૂ

admin

વડોદરા રેલવે સ્ટેશન પર SMCનો સપાટો, ટ્રેનમાંથી ઉતારાતો વિદેશી શરાબનો જથ્થો ઝડપી

admin

Leave a Comment