ડભોઈ વેગા થી મોતીપુરા સ્ટેટ હાઈવે પર અંધારપટ: બે મહિનામાં તમામ સોલા લાઈટો બંધ હોવાના કારણે ડભોઈ. વેગા થી મોતીપુરા સુધીના રાજ્ય ધોરીમાર્ગ (સ્ટેટ હાઈવે) પર છેલ્લા બે મહિનાથી છવાયેલા સંપૂર્ણ અંધારપટને કારણે ભયજનક સ્થિતિ સર્જાઈ છે.
આ માર્ગ પરની તમામ સોલાર સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી એક જ મહિનાના ગાળામાં ૧૦ જેટલા ગંભીર માર્ગ અકસ્માતો થયા છે, જેમાં પાંચ નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોતનો માર્ગ બન્યો હાઈવે: સોલાર લાઇટો માત્ર શોભાના ગાંઠિયા’ ડભોઈ સ્ટેટ હાઈવે પરના દરેક મુખ્ય ગામો પાસેથી પસાર થતા માર્ગ પર મુસાફરોની સુરક્ષા માટે સોલાર લાઇટો લગાવવામાં આવી હતી. જોકે, હાઈવેના નિર્માણ બાદ લગાવવામાં આવેલી આ લાઇટો આજે માત્ર થાંભલાના સ્વરૂપમાં જ ઊભી છે. આશરે ૧૫ કિલોમીટરના આ સમગ્ર પટ્ટા પર રાત્રિના સમયે સંપૂર્ણ અંધારું છવાયેલું રહે છે, જેને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો માટે આ માર્ગ ‘મોતનો માર્ગ’ બની ગયો છે.
સ્થાનિકોના મતે, લાઇટો બંધ હોવાનું મુખ્ય કારણ સોલાર પેનલો અને બેટરીઓની ચોરી છે. તંત્રની બેદરકારીને કારણે ચોરોએ કીમતી સાધનો ચોરી લીધા છે અને હવે આ આખો પટ્ટો અસુરક્ષિત બની ગયો છે.તાત્કાલિક પગલાંની માંગ: અંધારાને કારણે વાહનોની અવરજવર ખૂબ મુશ્કેલ બની ગઈ છે, અકસ્માતોની સંખ્યામાં ભયાવહ વધારો થયો છે. મુસાફરોને સ્ટેશનો પર ઉતર્યા પછી પણ અંધારામાં ચાલીને જવું પડે છે, જેના કારણે ભારે મુશ્કેલી અને અસલામતીનો સામનો કરવો પડે છેપ્રજાની સુરક્ષા અને જાનમાલનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય ધોરીમાર્ગના અધિકારીઓની છે. આ ગંભીર સમસ્યા અંગે તંત્રની નિષ્ક્રિયતા અકળાવનારી છે. જનતાની સ્પષ્ટ માંગ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ તાત્કાલિક અસરથી આ મુદ્દાની ગંભીરતા સમજે અને ચોરી થયેલી સોલાર સિસ્ટમોને બદલે નવી લાઇટો લગાવીને અથવા હાલની લાઇટોને રીપેર કરીને તુરંત ચાલુ કરાવે.જો દરેક સ્ટેશન અને હાઈવેના પટ્ટા પર લાઇટો ચાલુ થશે, તો જ મુસાફરોને રાહત મળી શકશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકશે.

