રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે. અમદાવાદમાં આવેલી સોલા ભાગવત વિધાપીઠના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે.
વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો
ત્યારે આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે પવિત્ર બ્રાહ્મણ સભા હોલ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત જાળવી રાખતા યજ્ઞોપવીત સંસ્કાર એટલે (જનોઈ) ધારણ કરવા અને બદલવાનું ભવ્ય આયોજન છેલ્લા 97 વર્ષ થી જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાતો હોય છે.
દાંડિયા બજાર ખાતે આવેલ બ્રાહ્મણ સભા હોલમાં બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પંથકના બ્રાહ્મણો જોડાયા હતા અને વિધિવત રીતે પૂજન અર્ચન સાથે યજ્ઞોપવીત સંસ્કાર એટલે કે જનોઈ ધારણ કરી હતી.

