વડોદરામાં એસટી બસ અકસ્માત સર્જાયો હતો.પૂરઝડપે જતી ST બસે બાઈકચાલકને અડફેટે લીધો હતો.માંજલપુર સ્પંદન સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી એસટી બસે બાઈક ચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું,આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે જેમાં સર્કલ પર બસે અચાનક બ્રેક મારતા બાઇક સવાર આધેડ બસની અડફેટે આવી રોડ પર 30 ફૂટ ઢસડાયો હતો.

