Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શસ્ત્ર પૂજન સાથે આરએસએસની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી!

વડોદરાના તરસાલીમાં આરએસએસની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી અંતર્ગત વિજયાદશમીના પાવન અવસરે શસ્ત્ર પૂજન અને વિવિધ ગતિવિધિઓ સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો,આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ક્રિકેટર કેદાર દેવધર તથા વક્તા નિમેષ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે સ્વયંસેવકોને સંઘના ધ્યેયો અંગે માર્ગદર્શન આપ્યું અને હિન્દુ સમાજને સંગઠિત કરી ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા માટે અવિરત કાર્ય કરવાની પ્રેરણા આપી હતી,તરસાલી નગર કાર્યવાહ હાર્દિક બડગુજરે જણાવ્યું કે સંઘની શતાબ્દી ઉજવણી વર્ષભર ચાલશે અને સમાજના દરેક ઘટકને રાષ્ટ્રકાર્ય સાથે જોડવાનું સંકલ્પ વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમમાં શસ્ત્ર પૂજન સાથે રાષ્ટ્રીય એકતા અને સેવા ભાવનાનો સંદેશ ગુંજ્યો હતો.

Related posts

વડોદરા શહેર ખાતે સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું

admin

જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા 68 વર્ષથી શેરી ગરબાનું આયોજન

admin

સાયકલ સાયકલ સયાજી બાગમાં ભંગાર સાયકલ રે

admin

Leave a Comment