30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના હરણી રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે શરદ પૂર્ણિમાનું પવિત્ર પર્વ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાયું.

સાંજના સુહાના પવન સાથે મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઊઠ્યું. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂર્વ મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, મહંત શ્રી સનાતનસ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ શરદપૂર્ણિમાની પૂર્વ રાત્રીએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના આશીર્વચનથી કાર્યક્રમનો મંગલ પ્રારંભ કર્યો થયો. ભજન-કીર્તનના મધુર સ્વરો અને હરિભક્તોના ઉમંગભર્યા જયઘોષોથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સૌ સંતો અને ભાવિક ભક્તોએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની મૂર્તિમાં પ્રેમમગ્ન બની રાસોત્સવ રમ્યા હતા.
દિવ્ય પ્રકાશમાં ઝળહળતા મંદિરના શિખરો ભક્તિનો સંદેશ આપતા જણાતા હતા. સૌના હૃદયમાં પરમશાંતિ અને આનંદની અનુભૂતિ થઈ હતી. આ પ્રસંગે સૌ ભક્તોના ચહેરા પર ચાંદની જેવી તેજસ્વી પ્રસન્નતા છવાઈ ગઈ હતી.

શરદની શીતળ ચાંદનીમાં મંદિરનો કિનારેથી કિનાર સુધી પ્રકાશ ફેલાયો. ચંદ્રોદય બાદ આરતી તથા થાળ આરોપણના કાર્યક્રમો આનંદમય રીતે યોજાયા. ત્યારબાદ સર્વે ભક્તોએ ભક્તિભાવપૂર્વક ચાંદની રાત્રીમાં દૂધ પૌંઆ તથા ગોટાના પ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

શરદ પૂર્ણિમા તેમજ ભગવાન વાલ્મીકિ જયંતિનાં પાવન દિવસે કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ પાર્થ પટેલ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ નું આયોજન

admin

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના 31 સ્મશાનોમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાદી

admin

ચિતપાવન બ્રાહ્મણ સંઘ – યુવા મંચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

admin

Leave a Comment