વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરના 31 સ્મશાનોમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાદી છે. જો કે આજે સવારે એક સાથે વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં પાંચથી વધુ ડેથ બોડીઓ આવતા અફરાતફરી મચી ગઈ હતી. કોન્ટ્રાક્ટ નો એક પણ માણસ નહીં હોવાથી મૃતદેહ લઈને આવેલા ડાઘુઓને જાતે જ અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરવી પડી હતી. લાકડા,ઘાંચ, છાણા આ તમામ વસ્તુઓ જાતે લાવીને ચિતા ગોઠવવાનો વારો આવ્યો હતો સ્મશાનના કોઈપણ કર્મચારી નહીં હોવાથી મૃતોકોના સ્વજનોને ઘણી હાલાકી બેઠી પડી છે બીજી તરફ મરણ પામતી આપનાર કોઈ નહિ હોવાથી મરણ દાખલો કેવી રીતે મળશે તેવા સવાલો મૃતકના સ્વજનોએ ઉઠાવ્યા હતા. અંતિમ ક્રિયા માટે આવેલા મૃતક ના સ્વજને જણાવ્યું હતું કે, સ્મશાનમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આજે આઠ ડેડ બોડિઓ આવી છે. લાકડા જાતે લાવવાના, છાણા જાતે લાવવાના, પબ્લિક ખૂબ જ હેરાન થઈ રહી છે. કોઈ માણસ અહીંયા લખનાર પણ નથી નીચે ટ્રે પણ નથી. મહાનગર સેવા સદન નામ આપ્યું છે તો એનો મતલબ શું ? મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જ્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અહીંયા કોન્ટ્રાક્ટના એક પણ માણસ છે નહીં. ચિતાની નીચે ટ્રે હોવી જોઈએ હવે એ ટ્રે જ નથી.ચિતા નંબર શું છે?એને શોધવા અમે ક્યાં જઈએ. અસ્થિ નીકળશે એ ક્યાં જશે અને કોની અસ્થિ કોણ લઈને કોણ વિસર્જન કરશે. એની પણ કોઈ વ્યવસ્થા નથી. માણસનો દાખલો નોંધવા માટે મરણ દાખલા માટે અહીંનો લેટર જરૂરી હોય છે. જે અહીંયા થી ચોપડામાંથી ફોટો પાડીને લઈ જતા હતા એ વ્યવસ્થા નથી. અમારે મરણ દાખલા માટે પણ ખૂબ જ ધક્કા ખાવા પડશે. આ ઘોર તંત્ર છે આપણા વડોદરા શહેરનું.

