35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા ૭૫ ગંગા સ્વરૂપ બહેનોને ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું

વડોદરા: વડોદરા શહેરમાં સામાજિક જવાબદારી અને માનવસેવાના ભાવનું એક પ્રેરણાદાયક ઉદાહરણ આજે જોવા મળ્યું, જ્યાં ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા વૃદ્ધ અને નિરાધાર મહિલાઓ માટે ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું.

શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલ પહાડી કાળકા માતાજીના મંદિર નજીક કોમ્યુનિટી હોલની ગલીમાં આયોજિત આ કાર્યક્રમમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરની ૭૫ ગંગા સ્વરૂપ બહેનોને ખાદ્ય સામગ્રીની કીટ અર્પણ કરવામાં આવી હતી. આ સેવાકાર્ય જયેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું, જેનો મુખ્ય હેતુ નિરાધાર તથા વૃદ્ધ મહિલાઓને રોજિંદી જરૂરિયાતોમાં સહાય પૂરી પાડવાનો હતો.

આ પ્રસંગે વડોદરા લોકસભાના સાંસદ તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. હેમાંગ જોષી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા સતત કરવામાં આવતા માનવસેવી કાર્યોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે,
“આવા સેવાકાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે અને યુવા પેઢીએ આગળ આવીને આ પ્રકારની સામાજિક જવાબદારી નિભાવવી જરૂરી છે.”

કાર્યક્રમમાં શહેર ભાજપના મહામંત્રી જસવંત સોલંકી, સ્થાનિક કાઉન્સિલર હીરાભાઈ પાંજવાણી, હેમિષા ઠક્કર, પહાડી કાળકા માતાજી મંદિરના મહંત તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મહેમાનો દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સન્માનપૂર્વક ખાદ્ય કીટ અર્પણ કરી તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવા, સંવેદના અને સામાજિક એકતાનો સશક્ત સંદેશો જોવા મળ્યો.

Related posts

વડોદરા શહેરમાં બુલેટ રાજા પર રોક લગાવા મોડીફાય સાઇલેન્સરનાસ કર્યો

admin

વિદેશી શરાબ નો જથ્થો થેલાઓમાં ભરીને હેરાફેરી કરતા ભાવનગરના બે પુરુષ તેમજ છ મહિલાને ઝડપી પાડતી મકરપુરા પોલીસ

admin

ભારે વરસાદના કારણે ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા ઝુબેશ.

admin

Leave a Comment