35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “વિશ્વ બ્રેઈલ દિવસ”ના દિવસે દિવ્યાંગજનો માટે વિશેષ કાર્યક્રમ

વડોદરા: લુઈ બ્રેઈલના જન્મદિવસ નિમિત્તે વિશ્વભરમાં “વિશ્વ બ્રેઈલ દિવસ” તરીકે ઉજવાતા આ પાવન અવસરે વડોદરા શહેરમાં ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડૉ. સલીમ વોરાના માર્ગદર્શન હેઠળ વારસિયા સ્થિત લીલાશાહ હોલ ખાતે યોજાયો હતો.

દૃષ્ટિબાધિત દિવ્યાંગજનોને સશક્ત બનાવવાના તથા સમાજસેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગજનો માટે બ્રેઈલ વાચન સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કાર્યક્રમને સહયોગ આપનાર દાતાઓનું સન્માન સમારોહ યોજાયો હતો તેમજ હાજર તમામ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બ્રેઈલ લિપિનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું અને દૃષ્ટિબાધિત દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ, શિક્ષણ અને સ્વાવલંબનની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

સમાજના વિવિધ વર્ગોના લોકો, સમાજસેવીઓ તથા દિવ્યાંગજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

Related posts

ડભોઇ ટીંબી ફાટક પાસેના ડિવાઈડર પરથી સોલાર લાઈટો અને થાંભલા ગાયબ થઈ ગયા

admin

રાજ્ય સરકાર પાસે વારંવાર માગણી છતાં હોસ્પિટલ પાસે દવાઓ નહિ મળતા દર્દીઓને બહારથી દવા લેવાની ફરજ પડી

admin

વડોદરામાં રાહુલ ગાંધીનો આદિવાસી સંવાદ, ‘જલ-જંગલ-જમીન’ મુદ્દે સરકાર પર પ્રહાર

admin

Leave a Comment