વડોદરા ઈલેશન વોર્ડ નંબર 17 માં આવેલ અમૃત નગરમાં સ્થાનિકો ટેક્ષ ભરતા હોવા છતાં પણ પાલિકા દ્વારા સુવિધા નથી મળતી. વોર્ડ નંબર 17 નાં ભાજપા નાં સ્થાનિક કાઉન્સિલર ને ઘણી વાર રજૂઆત કરવા છતાં કામગીરી થતી ન હોવાથી આજરોજ સ્થાનિકોએ વોર્ડ નંબર 17 કોંગ્રેસ પ્રમુખ પાર્થ પટેલ ને જાણ કરતા પાર્થ પટેલ દ્વારા સ્થાનિકો ની સમસ્યા નો નિકાલ થાય એ હેતુ થી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી , મહાનગર પાલિકા નાં વિપક્ષનેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ , પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી ને જાણ કરતા કોંગ્રેસ આગેવાનો સહિત મોટી સંખ્યા માં કોંગ્રેસ કાર્યકરો પ્રજા સમસ્યા દૂર કરવા સ્થળ ની મુલાકાત લીધી હતી. આ વિસ્તાર માં સ્થાનિકો ટેક્ષ ભરે છે છતાં ગટર લાઈન તેમજ રોડ રસ્તા ની સુવિધા થી વંચિત છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી નું સામ્રાજ્ય. પ્રાથમિક સુવિધા નાં અભાવે આજરોજ સ્થાનિકોએ કોંગ્રેસ નાં આગેવાનો ને બોલાવી સમસ્યા નાં નિકાલ માટે રજૂઆત કરી.

