શરદ પૂર્ણિમા તેમજ ભગવાન વાલ્મીકિ જયંતિનાં પાવન દિવસે મકરપુરા રોડ સ્થિત કબીર કોમ્પલેક્ષ હા. સોસાયટી માં વોર્ડ નં. 17 કોંગ્રેસ સમિતી નાં પ્રમુખ પાર્થ પટેલ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત 60 થી 70 સ્થાનિકો એ સેવા નો લાભ લીધો હતો. તેમજ આ પ્રકાર ના સામાજીક કાર્યક્રમો સમયાંતરે થતાં રહે એવી આશા વ્યક્ત કરી હતી.

