35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ લાભ લાભાર્થીઓ સુધી પહોંચે કાર્યક્રમ આયોજન

શહેરના રાવપુરા વિધાનસભા મત વિસ્તારના ઇલેક્શન વોર્ડ નં 14 ખાતે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની સરકારી યોજનાઓ ના લાભ માટેના કેમ્પનો શુભારંભ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ ના હસ્તે કરવામાં આવ્યો

શહેરના રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નં.14 ના નાગરિકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ,આધાર કાર્ડને લગતા તમામ કામગીરી અંગે સ્થાનિક કાઉન્સિલરો ની મહેનતથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલની વિશેષ ઉપસ્થિતિમાં તેમના વરદહસ્તે આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ સહિતના વિવિધ યોજનાઓનુ શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં દોઢસોથી વધુ લોકોએ લાભ લીધો હતો.આ પ્રસંગે મુખ્ય દંડક અને ધારાસભ્ય એવા બાલકૃષ્ણ શુકલે લોકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનો સુવિધાસભર લાભ લેવા અપીલ કરી હતી.

Related posts

બોર્ડની પરિક્ષામાં 95% પ્લસ પર્સન્ટાઇલ મેળવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેર ઝોન 4 માં આવતા પોલીસ સ્ટેશન ના ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતા ડિલિવરી બોય સાથે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે બેઠક કરી

admin

વડોદરા શહેરમાં વાલ્મિકી સમાજના મહોત્સવ છડી ઉત્સવનો પ્રારંભ…

admin

Leave a Comment