35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બરોડા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક પતંગ વિતરણના કાર્યક્રમનું આયોજન

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ની શાળાના બાળકોને ઉતરાયણ પર્વ નિમિત્તે બરોડા યુથ ફેડરેશન દ્વારા અગિયાર હજારથી વધુ પતંગો નું વિતરણ કરવામાં આવ્યું

ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાળકો સુરક્ષિત રીતે પતંગોત્સવ નો આનંદ માણી શકે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ બરોડા યુથ ફેડરેશન દ્વારા રૂકમીલભાઇ શાહની આગેવાની હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ની શાળાના બાળકોને 11000થી વધુ પતંગો નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ બાળકો પતંગોત્સવ નો આનંદ લઇ શકે સાથે સાથે બાળકોની, મુંગા પશુ પક્ષીઓ ની સુરક્ષા પણ જળવાઈ રહે તે છે.આ કાર્યક્રમ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધ દેસાઇ અને ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર તથા બરોડા યુથ ફેડરેશનના પ્રમુખ રૂકમીલ શાહ સાથે જ શાળાના બાળકો, અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

સ્માર્ટ સીટી વડોદરામાં ગટર મા બની ગુફા

admin

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સંકલ્પ ભૂમિ ખાતે રેલીનું આયોજન

admin

પ્રબુદ્ધ સંમેલનની સાથેની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી અંદાજિત 3.62 કરોડના 37 વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત

admin

Leave a Comment