Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન -ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ -2023-24મા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 27 ખેલાડીઓ તથા 6 કોચ સહિતના સહયોગીઓનુ મુમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવાનો કાર્યક્રમ

ગત તા.07 થી 10 નવેમ્બર દરમિયાન ભારતના ગોવા ખાતે યોજાયેલી વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ ની સ્પર્ધામાં ભારત, અમેરિકા,સાઉથ આફ્રિકા, નાઇજીરીયા,કેનેડા, જાપાન, બાંગ્લાદેશ, નેપાળ માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે વડોદરાથી જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશનના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું સાથે જ ભારતની ગવર્નીગ બોડી કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત કિયો ફેડરેશન કરાટે પ્રિમિયર લીગમાં પણ જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન-ઇન્ડિયાના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગૌરવ અપાવ્યું હતું.આમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 27 જેટલા ખેલાડીઓ તથા 6 કોચના સન્માનનો કાર્યક્રમ માંજલપુર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ધર્મેશ શાહ,એસોસિયેટ પ્રોફેસર, સિવિલ એન્જિનિયરિંગ વિભાગ એમ.એસ.યુનિવર્સિટીના સુવર્ણા શાહ, એમ.ડી.શારદા સ્ટીલના નરેશ પંચાલ, ડાયરેક્ટર JSKFના હેતલ ધાયબર, સિનિયર એક્ઝિક્યુટિવ ઇન્ડસ કોમ્પોઝીટ્સ ટેકનોલોજી પ્રા.લિ.હાલોલના કૃણાલ પટેલ, ડાયરેક્ટર JSKFના રેખાબેન પંચાલ તથા નિયામક અને મુખ્ય કોચ -જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન -ઇન્ડિયા ના જયેશ ધાયબર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓનું મુમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

વડોદરા એસ.ઓ.જી.ની સફળ કામગીરી : એમ.ડી. ડ્રગ્સ કેસમાં વોન્ટેડ નીલોફર સલમાની ઝડપાઈ

admin

એમ.એસ.યુનિવર્સિટી વિદ્યાર્થિનીનું કેનવાસ પર કામ કરતી વખતે સ્ટુડિયોમાં વીજ કરંટ લાગતા મોત

admin

ખેડૂતોની લાગણી ને માન આપી વઢવાણા તળાવમાં પાણી આવતા ખેડૂતોએ ધારાસભ્યશ્રીનો આભાર માન્યો

admin

Leave a Comment