વડોદરા મહાનગર પાલિકામાં સતા પક્ષના મેયર હોય છે તો સામે વિપક્ષમાંથી વિપક્ષના નેતા હોય છે. પાલિકામાં વિપક્ષના નેતા તરીકે અમીબેન રાવતની ટર્મ પૂર્ણ થતા પાલિકામાં નવા વિપક્ષના નેતા તરીકે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ( ભથ્થુ ભાઈની ) પસંદગી કરવામાં આવી હતી. ૪૦ વર્ષથી કોર્પોરેટર તરીકે જનસેવા કરતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ બીજી વખત વિપક્ષના નેતા બન્યા છે. પ્રદેશ કોંગ્રેસ ખાતે મળેલી બેઠકમાં પ્રદેશના નેતૃત્વએ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને વિપક્ષના નેતા બનાવતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને સમર્થન આપનાર અલ્કાબેન પટેલ, પુષ્પાબેન વાઘેલા તેમજ બાળુ સુર્વેનો પણ આભાર માન્યો હતો.

