છોટાઉદેપુર તાલુકા પંચાયત વતી છોટાઉદેપુર તાલુકામાં આવતા તેજગઢ, રંગપુર,લુની, નાલેજ સહિતના ગામોના લાભાર્થીઓને ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થયું હોય તેવા લાભાર્થીઓને છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ ચેક વિતરણ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખની સાથે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઇ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય રાજદીપભાઈ રાઠવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને 10 જેટલા લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા.

