35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર એલ.સી.બી. દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છકડામાં લઇ જવાતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂઠઈ વસાહત ગામે હાઇવે પરથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતા મોટી સફળતા મળી છે. કુલ રૂ. 5,25,186/- નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તીયાઝ શેખ દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાની સૂચનાઓને અનુસરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેના અનુસંધાને LCB PI શ્રી એમ.એફ. ડામોરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અતુલ શક્તિ છકડો નં. GJ-23-AD-6034 માં વિદેશી દારૂ ભરવામાં આવી નસવાડી વિસ્તારમાંથી મૂઠઈ વસાહત તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીનાં આધારે પોલીસે છકડાને કોર્ડન કરીને અટકાવ્યો અને ચાલકને પકડી પાડ્યો.

છકડાની તપાસ કરતાં કુલ 1,158 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા, જેની કિંમત રૂ. 3,19,386/- થાય છે. સાથે જ દારૂ હેરાફેરીમાં વપરાયેલ અતુલ શક્તિ છકડો કિંમત રૂ. 2,00,000/-, રોકડ રૂ. 800/- અને મોબાઇલ ફોન કિંમત રૂ. 5,000/- પણ કબ્જે કરાયા હતા.ચિરાગ ગુપ્ત છોટા ઉદેપુર

Related posts

પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા છેલ્લા અઢી વર્ષથી વિદેશના પ્રવાસે છતાંય આ શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી નહીં

admin

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જેતપુર પાવી વિધાન સભાક્ષેત્રની ઉજવણી ભાગરૂપે તંત્રની તડમાર તૈયારીઓ

admin

છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ટ્રાયબલ સબપ્લાન કચેરી દ્વારા આદિવાસીના વિકાસના નાણાંના આયોજનમાં પ્રભારી મંત્રી દ્વારા ઘરે બેસીને આયોજન કર્યુ હોવાનો જિલ્લા કોંગ્રેસ સમિતિનો આક્ષેપ

admin

Leave a Comment