હાલ ચાલી રહેલ નવરાત્રી પર્વમાં છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં ઠેર ઠેર રાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમામ ગરબા ગ્રાઉન્ડમાં યુવાધન મોડી રાત સુધી ગરબા ઘૂમે છે. મહિલાઓ અને યુવતીઓ મોડી રાત્રે ઘરે જતી હોય છે. તેવા સમયે યુવતીઓ એ કંઈ રીતની સતર્કતા રાખવી જોઈએ, જો કોઈ વાહન ન મળે તો ૧૮૧ નંબર ડાયલ કરી પોલીસને જાણ કરવી. મહિલાઓમાં જાગૃતિ આવે તેઓ સતર્ક રહી તહેવાર ઉજવે તે માટે છોટાઉદેપુર નગરના લાયબ્રેરી રોડ નવરાત્રી મહોત્સવ માં સુરક્ષા સેતુ સોસાયટી, છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પત્રિકાઓ વહેંચી બેનર લગાવવામાં આવ્યા હતા. લાયબ્રેરી રોડ સહિત તમામ ગરબા ચોકમાં છોટાઉદેપુર પીઆઈ પરમાર,એસઓજી પી.એસ.આઇ વી.એન.તડવી અને પોલીસ સ્ટાફ દ્વારા પત્રિકા વહેંચી સમજૂતી આપવામાં આવી હતી.

