ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ……. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના કનલવા ગામ ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, આજથી દશેક મહિના પહેલા પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેક્ટરની ટ્રોલી લઇને એક ઇસમ અંબા ગામ(મધ્યપ્રદેશ) તરફથી પાનવડ તરફ આવનાર છે. જે મુજબ કનલવા ગામે નિશાળ ફલીયામાં PHC સેન્ટરની સામે ત્રણ રસ્તા ઉપર બંન્ને સાઇડે આજુ-બાજુ થોડા થોડા અંતરે વોચમા ગોઠવાય ગયેલ અને થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી મુજબના વર્ણનવાળો ઇસમ મધ્યપ્રદેશ રાજ્યના અંબા ગામ તરફથી એક ટ્રેકટર લઇને આવતાં તેને ટ્રેકટર રોકવા હાથ વડે ઇશારો કરતા તેણે પોતાના કબજામાંનું ટ્રેકટર રોકતાં સદરી ઉસમને નીચે ઉતારી તેનું નામ-ઠામ પુછતાં તેણે પોતાનું નામ વાનજીભાઇ પિતા ભીમસિંગભાઇ જાતે.તોમર (ભીલાલા) નાનો હોવાનું જણાવેલ જેથી સદરી પકડાયેલ ઇસમ પાસેના ટ્રેક્ટર અંગે કબજામાંના ટ્રેકટર તથા ટ્રોલીના રજીસ્ટ્રેશન અંગેના કાગળો કે કોઇ આધાર પુરાવો માંગતાં તે પોતાની પાસે નહી હોવાનું જણાવેલ બે જેથી સદરી ઇસમને વિશ્વાસમાં લઇ ઉંડાણ પૂર્વક વધુ પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે, ઉપરોકત ટ્રોલી આજથી આશરે છે દસેક મહિના અગાઉ પાનવડ પોલીસ સ્ટેશનના કરજવાંટ ગામેથી ચોરી કરી લાવેલ અને પોતાના ટ્રેકટર સાથે ફેરવતો ? હોવાનું જણાવે છે.જેથી સદર ઇસમની વધુ પૂછપરછ કરતા તે તેના મિત્ર ઇશ્વરભાઇ રતનભાઈ રાઠવા રહે-કનલવા તા- કવાંટ જી-છોટાઉદેપુર નાઓ સાથે મળી અગાઉ તેણે કરાલી પોલીસ સ્ટેશન વિસ્તાર તથા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એમ કુલ-૦૩ ટ્રેક્ટરની ટ્રોલી ચોરી કરેલાનુ જણાવેલ જેથી તેની પાસેથી બંને ટ્રોલી કબ્જે કરેલ જેથી બે પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

