Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 12 મી કાવડ યાત્રા સિધ્ધનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ

નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ શ્રાવણના છેલ્લા સોમવારે 12 મી કાવડ યાત્રા સિધ્ધનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ હતી.

શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જે કાવડ યાત્રા સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી આ કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઈલ બનાવવામાં આવી છે વડોદરા શહેરના નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કાવડ યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાવડ યાત્રામાં તમામ શિવ ભક્તો મોટી સંખ્યામાં, પૂર્વ સૈનિકો જોડાયા હતા. આ કાવડ યાત્રામાં ઠેર ઠેર સ્વાગત અને ભંડારા નું આયોજન કરાયું હતું અને આ પ્રસંગે ડભોઇ વિસ્તારના વિજય મહારાજ તેમજ વડોદરાના નામાંકિત ધારા શાસ્ત્રી અને પ્રખર શિવભક્ત નીરજ જૈન, વિસ્તારના મ્યુનિસિપલ સહિત તમામ મહાનુભાવો યાત્રા પ્રસ્થાન કરાવતી વખતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

admin

ભક્ત કવિ શ્રી દયારામ ભાઈ ની 248 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી..

admin

‘આધુનિક ભારતના નિર્માતા’તરીકેનું મહાત્મા ગાંધીએ જેઓને બિરુદ આપ્યું હતું તેવા લોકમાન્ય તિલકના જન્મદિવસ ને પાલિકા ભૂલ્યું, શિવસેના વડોદરા શહેર દ્વારા તેમની પ્રતિમાની સફાઇ કરી પુષ્પાંજલિ કરવામાં આવી

admin

Leave a Comment