વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા મધ્યવર્તી શાળા સંકુલ ખાતે વિવિધ પ્રકલ્પોના ખાતમુર્હુત અને લોકાર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ખાનગી કંપનીના સંચાલનથી 3.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 32 સ્માર્ટ બાલવાડી અને 57 સ્માર્ટ બાલવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે અંદાજિત ત્રણ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડોક્ટર શામાં પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાના નવીન મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય કચેરી ખાતે નવનિર્માણ પામેલ પ્રતિભા સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળમેળા દરમિયાન આનંદ બજાર વિભાગમાં ભાગ લીધેલ શાળાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીઓના પરિવારને 51 લાખની ઉચ્ચક નાણાકીય સહાય પણ આપવામાં આવી હતી. નવ વર્ષિત પેન્શન યોજના માંથી જૂની પેન્શન યોજનામાં સમાવેશ થયેલ 161 મુખ્ય શિક્ષકોને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. વર્ગ ચાર ના કર્મચારીઓને નિયમિત પગારમાં સમાવેશ કર્યા બાદ તેમને પણ હુકમની બજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ હેમાંગ જોશી વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મેયર પિન્કી સોની, ધારાસભ્ય કેવું રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ,સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ અને શાસનાધિકારી સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

