30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીમાં રમઝાન દરમિયાન ઈફ્તાર પાર્ટી, ધાર્મિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય

સાવલી ખાતે પવિત્ર રમઝાન માસ દરમિયાન ધાર્મિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. સાવલી સ્થિત Jafarsa Bawa Dargah પાસે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હઝરત આબીદ અલી બાવાની યાદમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ ડોસુ ગુલામ હુસેનના પરિવાર દ્વારા રમઝાનના ૧૭મા રોજાના દિવસે આ ઈફ્તાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોજેદારો હાજર રહ્યા હતા.

ઈફ્તાર કાર્યક્રમમાં મુસ્લિમ સમાજ સાથે હિંદુ સમાજના આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકોએ પણ ઉપસ્થિત રહી ઈફ્તારમાં ભાગ લીધો હતો. બંને સમાજના લોકો સાથે મળીને રોજા ખોલતા સામાજિક એકતા અને ભાઈચારોનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો.

રમઝાન માસ દરમિયાન સાવલીમાં વિવિધ સ્થળોએ રોજેદારો માટે ઈફ્તાર પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. આયોજકો દ્વારા રોજેદારો માટે ઈફ્તારની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

https://youtu.be/5dGdKau4vQE

Related posts

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026–27 નું ડ્રાફ્ટ અને રિવાઇઝ્ડ બજેટ રજૂ

admin

નદીમાં કચરો અને દૂષિત છોડવામાં આવતા પાણી-ગંદકીને કારણે મગરો અને કાચબાઓને નુકસાન

admin

MS યુનિવર્સિટીમાં NSUIનું આંદોલન: પ્રવેશ પ્રક્રિયાને લઈને બબાલ અને પોલીસ સાથે ઝપાઝપી

admin

Leave a Comment