35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નદીમાં કચરો અને દૂષિત છોડવામાં આવતા પાણી-ગંદકીને કારણે મગરો અને કાચબાઓને નુકસાન

વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી મગર અને કાચબાઓનો વસવાટ છે. પરંતુ હવે આસપાસ વસ્તી થઈ જતા નદીમાં કચરો અને દૂષિત છોડવામાં આવતા પાણી-ગંદકીને કારણે મગરો અને કાચબાઓને નુકસાન તેમજ વિશ્વામિત્રી નદી પ્રદુષિત થઈ છે. ત્યારે વિશ્વામિત્રી નદીમાં ભાગ્યેજ જોવા મળતો મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. વહેલી સવારે મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને પોતાનો બ્રેકફાસ્ટ બનાવી લીધો હતો.

વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરવાસીઓને ભેટમાં મળેલો વારસો છે. પરંતુ માણસોની દખલગીરીને કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મૂકાય ગયા છે. શિયાળો પૂર્ણ થતા મગરનો પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન, ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે. એટલે માણસોએ આ સમયગાળા દરમિયાન મગર સાથે કોઈપણ પ્રકારના અટકચાળા ન કરવા જોઈએ.વડોદરાના પ્રતાપગંજ ગણેશનગર ઝૂંપરપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કદીક જ જોવા મળતો મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. મહાકાય મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને તરાપ મારી પોતાના મુખનો કોળિયો બનાવી દીધો હતો. સ્થાનિક યુવકે આ વીડિયો સવારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. મહત્વનું છે કે, વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. હાલમાં વડોદરા સ્માર્ટસીટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે. નદીમાં આપણે બેફામ કચરો નાખી રહ્યા છે. જેને કારણે નદીમાં વસવાટ કરતા 300 થી વધારે મગર, ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓને મોટાપ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.

Related posts

વડોદરામાં દબાણ વિરોધી કાર્યવાહી : સુસેન સર્કલથી જુપીટર ચાર રસ્તા સુધી તોડફોડ

admin

વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન એક રેલવે કર્મચારીને અચાનક વીજળીનો જોરદાર કરંટ લાગ્યો

admin

હાર્દિક પંડ્યાને જોવા આવેલી ભીડ બેકાબુ…રેલીંગ તૂટતા બાળકીને ઇજા

admin

Leave a Comment