વડોદરા શહેરમાં Vadodara Municipal Corporation દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ચાલી રહેલા “વન ડે વન રોડ” અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આજરોજ Susen Circle થી Jupiter Crossroads સુધીના વિસ્તારમાં ગેરકાયદેસર કાચા-પાકા દબાણો અને ઓટલાઓ દૂર કરવામાં આવ્યા હતા.
વોર્ડ નંબર 17ના વોર્ડ ઓફિસરની આગેવાની હેઠળ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આ અભિયાન હાથ ધરાયું હતું. કાર્યવાહી દરમિયાન રસ્તા પર આવેલા અનેક દબાણોને દૂર કરીને માર્ગને સ્વચ્છ અને ખુલ્લો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આ અભિયાન ચાલુ રાખવામાં આવશે અને ગેરકાયદેસર દબાણો સામે સતત કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

