ગતરોજ વડોદરામાં T-20 વર્લ્ડ કપની વિજેતા ટીમના ખેલાડી લોકલ બોય હાર્દિક પંડ્યાની ભવ્ય વિક્ટ્રી પરેડ યોજાઈ હતી,T-20 વર્લ્ડ કપની વિજેતા ટીમના હીરો અને વડોદરાનું ગૌરવ હાર્દિક પંડયાને જોવા માટે જંગી જનમેદની ઉમટી હતી,હાર્દિક પંડ્યાને જોવા માનવ મહેરામણ ઉમટ્યું હતું ત્યારે અકોટા બ્રિજ પર ભારે ભીડ વચ્ચે ભીડ બેકાબુ બની હતી આ દરમિયાન ધક્કામુકકી થતા બ્રિજ પાસેની રેલીંગ તૂટી પડી હતી જેમાં એક બાળકીને ઇજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

