43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીમાં 25મા રોજાના દિવસે સામુહિક ઈફતાર પાર્ટીનું આયોજન, અમન-શાંતિ માટે દુઆ

સાવલી ખાતે પવિત્ર રમઝાન માસના અંતિમ તબક્કા દરમિયાન મુસ્લિમ બિરાદરીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અવસરે સાવલીના શિહોરાભાગોળ વિસ્તાર માં દર વર્ષની પરંપરા મુજબ 25મા રોજાના દિવસે સામુહિક ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શિહોરાભાગોળના યુવકો દ્વારા જમાતખાના ખાતે ભવ્ય ઈફતાર પાર્ટી યોજાઈ હતી. જેમાં મસ્જિદના ઈમામ અને મૌલવી સાહેબે રોઝા ઈફતાર કરવાની નિયત પઢાવી હતી અને ત્યારબાદ સૌએ સામુહિક રીતે ઈફતારી કરી હતી.

કાર્યક્રમમાં અગ્રણીઓ, યુવકો, મહિલાઓ તેમજ બાળ રોઝદારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સૌએ સાથે મળી રોઝા ઈફતાર કર્યા અને વિશ્વમાં અમન અને શાંતિ માટે દુઆ પણ કરી હતી.

ઈફતાર બાદ ઉપસ્થિત લોકો માટે સામુહિક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ભાઈચારો અને સૌહાર્દનો સુંદર માહોલ જોવા મળ્યો હતો.

Related posts

નવ નિયુક્ત વડોદરા શહેર ભાજપ પ્રમુખ તથા વોર્ડ નંબર 19ના પ્રમુખનો અભિવાદન શુભેચ્છા સમારોહ

admin

કેદારનાથ મંદિરના કપાટ ર મે ર૦રપ થી ખુલવાની જાહેરાત થઇ મંદિરને ફૂલો થી શણગાર કરવાનું સૌભાગ્ય વડોદરાને પ્રાપ્ત થયું

admin

વડોદરા—BCA મેમ્બરો પર ODI મેચની ટિકિટોમાં કાળાબજારીના ગંભીર આક્ષેપ

admin

Leave a Comment