વડોદરાના કોટબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 11 જાન્યુઆરીએ યોજાનારી ઇન્ડિયા vs ન્યૂઝીલેન્ડ ODI મેચને લઈને બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) પર ગંભીર આક્ષેપો ઊભા થયા છે. ક્રિકેટ પ્રેમીઓએ આક્ષેપ કર્યો છે કે BCAનાં કેટલાક મેમ્બરો મફતમાં મળતી ટિકિટો કાળા બજારમાં વેચી રહ્યા છે.
મેચ માટેની ટિકિટોનું ઑનલાઈન વેચાણ 1 જાન્યુઆરીએ શરૂ થયું હતું, પરંતુ માત્ર 5 મિનિટમાં જ તમામ ટિકિટો BookMyShow પર સોલ્ડ આઉટ થઈ ગઈ. સામાન્ય દર્શકોને ટિકિટ ન મળતા શંકા વધુ ગાઢ બની છે. ઘણા ક્રિકેટ રસીકોનો આક્ષેપ છે કે ટિકિટો મેમ્બરો દ્વારા બ્લેકમાં વેચાઈ રહી છે.
સ્ટેડિયમની બહાર પણ દર્શકોને બ્લેકમાં ટિકિટ મેળવવા પ્રયત્ન કરતા જોવા મળ્યા છે, જેના કારણે નારાજગી વધતી જાય છે. શહેરના ક્રિકેટ પ્રેમીઓની માંગ છે કે ટિકિટનું ઑફલાઇન વેચાણ શરૂ કરવામાં આવે જેથી સામાન્ય લોકો પણ આંતરરાષ્ટ્રીય મેચ જોવા તક મેળવી શકે.

