41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

MS યુનિવર્સિટીમાં NSUIનું આંદોલન: પ્રવેશ પ્રક્રિયાને લઈને બબાલ અને પોલીસ સાથે ઝપાઝપી

વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. તાજેતરમાં, NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા) દ્વારા યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.NSUIના કાર્યકરો અને વિદ્યાર્થીઓનો એક મોટો સમુદાય MSUમાં પ્રવેશ પ્રક્રિયા સંબંધિત કેટલીક માગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કરવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચ્યો હતા. ત્યારે વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને આવેદન પત્ર આપવા પહોંચેલા વિદ્યાથીઓ અને યુનિવર્સિટી સત્તાવાળાઓ સાથે આંદોલનકારીઓ વચ્ચે વાતચીત નિષ્ફળ જતાં વાતાવરણ તણાવપૂર્ણ બન્યું. આંદોલનકારી વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને યુનિવર્સિટી પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે હાજર પોલીસ દળ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક ટપાટપીથી શરૂ થયેલી વાત ઝપાઝપી સુધી પહોંચી હતી,

ત્યારે પોલીસની વારંવારની હાજરી એક મોટો પ્રશ્ન ઊભો થયો છે
આ ઘટનાએ યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસની વારંવારની દખલગીરી અંગે એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી MSUમાં નાના-મોટા વિવાદોમાં પોલીસને બોલાવવાની અથવા પોલીસની હાજરી અનિવાર્ય બનતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

Related posts

રસ્તે રખડતી ગાય સાથે દુષ્કૃત્ય કરનાર વિકૃત શખ્સને પકડીને લોકોએ મેથીપાક ચખાડ્યો

admin

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં પાટોત્સવની ઉજવણી.

admin

વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે ઓડીશાના એક ઈસમને ઝડપી પાડ્યો

admin

Leave a Comment