40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બરોડા મેડિકલ કોલેજ દ્વારા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાતાઓના સન્માન તથા રક્તદાન જાગૃતિ કાર્યક્રમ

બરોડા મેડિકલ કોલેજ દ્વારા તા.09 જૂન થી 14 જૂન સુધી વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાતાઓના સન્માન તથા રક્તદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ 1868માં 14 જૂને કાર્લ લેન્ડસ્ટિનરનો જન્મ થયો હતો. આ જીવ વૈજ્ઞાનિકે જ માનવ શરીરમાં વિવિધ ગ્રૂપના લોહી છે તેનું સંશોધન કર્યુ હતુ અને આ મહત્વપૂર્ણ રિસર્ચ બદલ વર્ષ 1930માં તેમને ફિઝિયોલોજીમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ ઉજવાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા દર વર્ષે 14મી જૂને ‘રક્તદાન દિવસ’ ઉજવવામાં આવે છે. વર્ષ 1997માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ 100 ટકા સ્વૈચ્છિક રક્તદાન નીતિનો પાયો નાખ્યો હતો. વર્ષ 1997માં સંસ્થાએ લક્ષ્ય નક્કી કર્યું હતું કે વિશ્વના 124 મોટા દેશોએ સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવું જોઈએ. તેનો ઉદ્દેશ્ય બીમાર લોકોને પૈસા આપીને લોહી ખરીદવાની જરૂર ન પડે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 49 દેશોએ તેનો અમલ કર્યો છે ત્યારે બરોડા મેડિકલ કોલેજ ના મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા પોસ્ટર્સ સાથે તા.09 જૂન થી 14 જૂન સુધી રક્તદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સાથે જ સ્વૈચ્છિક રક્તદાતાઓ નું સન્માન કરવામાં આવશે જેમાં શિબિર થકી તેમજ સ્વૈચ્છિક રક્તદાન કરતા દાતાઓનું સન્માન કરવામાં આવનાર છે.

Related posts

બરોડા બાર એસોસિયનની ચૂંટણી જુદા જુદા 18 હોદ્દા માટે બરોડા બાર એસોસિએશન ની ચૂંટણી તારીખ 20 ડિસેમ્બરે ના રોજ યોજાશે. ત્યારે આજે ફોર્મ ભરવાના છેલા દિવસે ઉમેદવારોએ વિવિધ કેટેગરીમાં ફોર્મ ભર્યા

admin

વડોદરા શહેર નવલખી મેદાનમાં કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં માનવ મહેરામણ ઉમટ્યો

admin

પ્રાણીઓની થતી ક્રુરતા સામે PMC દ્વારા શાકાહાર રેલી યોજાઈ

admin

Leave a Comment