43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ભાજપના જળશક્તિ અભિયાન કાર્યક્રમમાં કોર્પોરેટરને સ્થાનિકોએ ઘેર્યા

વડોદરા મહાનગર ભાજપ દ્વારા જળશક્તિ અભિયાન અંતર્ગત આજે(9 જૂન) વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડની બાજુમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરામાં સૌ પ્રથમ “ સ્પોન્જ પોન્ડ ” નું ઉદ્ઘાટન અને “હોમ કંમ્પોસ્ટ કીટ ” વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કોર્પોરેટર સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા. વરસાદી પાણી ભરાય ત્યારે કોઈ જોવા આવતું નથી અને આજે ઉદ્ઘાટન માટે અહીંયા આવ્યા છો તેમ કહી આક્રોશિત લોકોએ કોર્પોરેટર બંદિશ શાહને ઘેરી લીધા હતા. આ અંગે સ્થાનિક મિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે અહીંયા રહીએ છીએ અને અહીંયા 560 મકાનો આવેલા છે. ઇલેક્શન આવે છે ત્યારે બધા આવે છે પરંતુ પાણી ભરાય ત્યારે કોઈ આવતું નથી.

આ બધી મહિલાઓને પૂછો, આ બોર બનાવ્યો તેનો અમને વિરોધ નથી. પરંતુ અહીંયા લાઇન ચોકઅપ છે તો પાણી પોતાનો રસ્તો કઈ રીતે કરશે. અમે અનેક રજૂઆત કરી ત્યારે કોઈ આવતું નથી. વર્ષ 2019માં પાણી ભરાયું હતું ત્યારે કોઈ આવ્યું ન હતું. આ તો ઉદ્ઘાટન કરવા આવ્યા છે. અમારી માંગણી એટલી જ છે કે અમને બાંહેધરી આપે કે આ વર્ષે અહીંયા પાણી નહીં ભરાય.

Related posts

વડોદરાની લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે SCC સ્નેહલ સર દ્વારા કમ્પ્યુટર વિષયની પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન

admin

વડોદરા સ્માર્ટ સિટીમાં આવેલ જંબુબેટ રામ વે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરતી ગટરોને લઈ સ્થાનિકો પરેશાન

admin

સુખધામ હવેલી ખાતે વૈષ્ણવોનું ગોવર્ધન પ્રભુને દૂધની ધારા કરવા કીડિયારું ઉભરાયું.

admin

Leave a Comment