33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્પોર્ટસ બાઇકનો શોખ માણસને પડી ગયો મોંઘો: ચોરીની CBR બાઈક સાથે પકડાયો

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સ્પોર્ટસ બાઈક ફેરવવાનો શોખ રાખી મોટર સાઇકલની ચોરી કરનાર ઈસમને ચોરી ગયેલી હોન્ડા CBR250RB બાઈક સાથે ઝડપી પાડ્યો છે.

પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા ડૉ. લીના પાટીલના સૂચન પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવેલી તપાસ દરમિયાન, પો.ઇન્સ્પેકટર આર.જી. જાડેજા અને એન.જી. જાડેજાની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ઠેકરનાથ ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ બાઈક સાથે ઈસમ પ્રેમપારસ દેવેન્દ્રકુમાર પટેલ (ઉ.વ. ૨૯, રહે. ગાંધીનગર)ને પકડ્યો હતો.

જ્યારે બાઈકના દસ્તાવેજોની પુછપરછ કરવામાં આવી ત્યારે કોઈ પુરાવા ન મળી આવતા બાઈક કબજે લઈ કાર્યવાહી કરવામાં આવી. આગળની તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ 24 મેના રોજ યુનાઇટેડ એન્જિનિયરિંગ પાસે પાર્ક કરેલી બાઈકની ચોરી કરી હતી અને તેના સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. હવે આ કેસમાં વધુ કાર્યવાહી માટે આરોપીને માંજલપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

Related posts

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળતા ચાલી રહેલું આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત

admin

વડોદરા અટલાદરામાં આવેલ જ્યુપિટર હોસ્પિટલમાં 21 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારનો ડોક્ટર પર બેદરકારીનો આરોપ….

admin

સાવલી નગરમાં ઉભરાતી ગટર અને ગંદકીથી લોકો ત્રસ્ત

admin

Leave a Comment