વડોદરા : પીએમસી વડોદરા ટીમ દ્વારા કમાટીબાગ ગેટ નંબર 3 ખાતેથી શાકાહાર રેલી યોજવામાં આવી હતી.પીએસએસએમના સંસ્થાપક ડો.સુભાસ પત્રીજીના જન્મદિવસ નિમિતે સમગ્ર ભારત ભરમાં 121 શાકાહાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા અને ગુજરાતમાં પણ જુદીજુદી જગ્યાએ રેલી યોજવામાં આવી રહી છે. લોકોમાં શાકાહાર પ્રત્યેની જાગૃતિ ફેલાવા,પ્રાણીઓ પ્રત્યે ક્રુરતા થાય છે અહિંસાનો સંદેશ અને સાત્વિક આહારનો સંદેશ ફેલાવા માટે બ્રહ્મર્ષિ પિતામાં પત્રીજીનું સ્વપ્ન હતું, ધ્યાન જગત,પિરામિડ જગત અને શાકાહાર જગતથી દરેકને સમગ્ર વિશ્વ શાકાહારને અપનાવે ધ્યાની બને અને પિરામિડમાં ધ્યાન કરીને વિશ્વ ઉર્જાનો લાભ ઉઠાવે અને આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ વધે તેમજ પૃથ્વીનું રક્ષણ થાય,પૃથ્વી પર પોઝિટિવ એનર્જીનો પ્રચાર થાય તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કમાટીબાગ ગેટ નંબર 3 થી નીકળી ફતેગંજ પેટ્રોલપંપ ત્યાંથી ચર્ચ અને કમાટીબાગ ખાતે પૂર્ણ થઈ હતી.જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના આગેવાનો કાર્યકરો અને પ્રાણી પ્રેમીઓ જોડાયા હતા.
previous post

