43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લઓમાંથી ચોરાયેલ મોટર સાયકલો સાથે આંતરરાજ્યની (મધ્યપ્રદેશ) ટોળકીના બે ઇસમોને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર/રંગપુર પોલીસ સ્ટેશન તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લઓમાંથી ચોરાયેલ મોટર સાયકલો સાથે આંતરરાજ્યની(મધ્યપ્રદેશ) ટોળકીના બે ઇસમોને કિંમત રૂપિયા-૩,૮૫,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસમાં કુલ-૦૮ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…….

                    ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ......    
                  જે અન્વયે  વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ  એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હલ્દીમહૂડી ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, આજથી આશરે દશેક દિવસ પહેલા ધમોડી હોટલ પરથી ચોરાયેલ સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇને બે ઇસમો કઠીવાડા તરફથી છોટાઉદેપુર તરફ આવનાર છે જે મુજબ હલ્દી મહુડી ચોકડી પર વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકત વાળી મોટર સાયકલ લઈને બે ઇસમો કઠીવાડા થી છોટાઉદેપુર આવતા હોય તેને રોકવા હાથ વડે ઇસારો તેઓ રોકાયેલ નહી અને પોતાની મોટર સાઇકલ લઈને નાશવા લાગેલ જેથી સદરીનો પીછો કરી કોર્ડન કરી પકડી પાડેલ પકડાયેલ ચાલકનું નામઠામ પુછતા તે પોતાનું નામ સુરસિંગ ઉર્ફે સચીન થાનસિંગ અજનાર ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે.બહેડીયા સરપંચ ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) નાનો હોવાનું જણાવેલ તથા તેના પાછળ બેસેલ ઇસમ બાળ કિશોર હોવાનુ જણાય આવેલ હોય સદરી પકડાયેલ ઇસમ પાસેની મોટર સાયકલ જોતા એક હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ આગળ પાછળ રજી.નંબર વગરની મોટર સાયકલની માલીકી અંગે કોઇ આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી સદર મોટર સાયક્લનો ચેસીસ નંબર MBLHAR070J5J05918 તથા એન્જીન નંબર HA10AGJ5J09118 નો હોય જેને પોકેટકોપ મોબાઇલ થી સર્ચ કરતા મોટર સાયકલના માલીક સરતાનભાઇ છગાભાઇ રાઠવા રહે.પાડલીયા નિશાળ ફળીયા તા.જી.છોટાઉદેપુરનો હોવાનું જણાય આવેલ છે.સદર માલીકના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરી તપાસ કરતા સદર મોટર સાયકલ ચોરી થયેલ હોવાનું જણાવેલ જેથી સદર મોટર સાયકલ બાબતે રંગપુર પો.સ્ટે ગુનો દાખલ કરેલાનું જણાવતા હોય.જેથી પકડાયેલ બન્ને ઇસમોને વિશ્વાસમાં લઇ પુછતા તેણે જણાવેલ કે ઉપરોક્ત સ્પ્લેન્ડર મોટર સાયકલ આજથી આશરે દશેક દિવસ પહેલા રાત્રીના સમયે છોટાઉદેપુરથી રંગપુર બાજુ આશરે દશેક કિલોમીટર જતા એક હોટેલની આગળ પડેલ મોટર સાયકલની લોક તોડી તેના બીજા પાંચ મિત્રોએ ભેગા મળી ચોરી કરેલાનુ જણાવેલ તેમજ તે દિવસે રાત્રીના છોટાઉદેપુર નદી કાઠે આવેલ સરકારી દવાખાના પાસે આવેલ એક સોસાયટીમાંથી રાત્રી દરમ્યાન બે પલ્સર મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત કરેલ તેમજ પકડાયેલ બન્ને ઇસમોને યુકતી-પ્રયુકતીથી પુછપરછ કરતા તેમણે અલગ અલગ જિલ્લાઓ માંથી મોટર સાયકલોની ચોરી કરેલાની કબુલાત કરતા હોય અને તે ચોરી કરેલી મોટર-સાયકલો અલગ-અલગ જગ્યાએ સંતાડી રાખેલ હોય જેથી પકડાયેલ સુરસિંગ ઉર્ફે સચીન થાનસિંગ અજનાર નાઓના પિતા થાનસિંગ પેરમસિંગ અજનાર રહે.બહેડીયા સરપંચ ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાઓનો સંપર્ક કરી મોટર સાયકલો જે-તે જગ્યાએ સંતાડી રાખેલ ત્યાંથી મંગાવતા તે મોટર સાયકલો અત્રેની છોટાઉદેપુર એલ.સી.બી.ઓફીસ લાવી રજુ કરતા હોય જે તમામ મોટર સાયકલો જોઇ તપાસી ખાત્રી કરતા નીચે મુજબની વિગત જણાય આવેલ.તેમજ તે પૈકીની એક મોટર સાયક્લ કાલુ ઉર્ફે કાલા પાન્ડા કારસિંગ ડાવર રહે.બહેડીયા સરપંચ ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર નાઓ ચલાવીને લઈ ગયેલ જે મોટર સાયકલ બાબતે ખાત્રી તપાસ કરતા સદર મો.સા

અલીરાજપુર જિલ્લાના બોરી પોલીસ સ્ટેશન ખાતે એફ.આઇ.આર કમાંક ૦૨૮૬/૨૦૨૪ BNSS ની કલમ ૩૦૯(૪) મુજબના કામે તા.૧૪/૧૧/૨૦૨૪ ના રોજ કબ્જે કરેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

સ્કોર્પિયો ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી જેતપુર પાવી પોલીસ

admin

છોટાઉદેપુરમાં શિક્ષક દ્વારા ૧૩ વર્ષની બાળકી સાથે છેડતીના મામલે આરોપી શિક્ષક સંજય પારેખને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

admin

છોટાઉદેપુર જિલ્લામાં થતી ચોરીઓની ઘટનાને લઈ એસપી ઇમ્તિયાઝ શેખની પ્રેસ કોન્ફરન્સ

admin

Leave a Comment