Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

પાદરામાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઝડપાઈ, વડું પોલીસે બે લોકોની કરી ધરપકડ

વડું પોલીસે મોબાઈલ ફોન, CNGટેમ્પો, ચાઇનીઝ દોરી સહિત 5,30,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

ઉત્તરાયણને આડે હવે એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે પ્રતિબંધ હોવા છતાં ચાઈનીસ દોરીનો ભરપુર વેપલો થઈ રહ્યો છે. પાદરા માં ઉત્તરાયણ તહેવાર પૂર્ણ ચાઈનીઝ દોરી ઝડપાઈ છે. વડું પોલીસે 600 નંગ ચાઈનઝ દોરી ઝડપી પાડી છે. પોલીસે GNG ટેમ્પો, ચાઇનીઝ દોરી સહિત 5,30,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વડું પોલીસે ચાઈનીઝ દોરી વેચવાના ગુનામાં સંદીપ કાનજીભાઈ જાદવ ડબકા અને જયેશ ગણપતસિંહ પઢિયાર નરસિંહપુરા ની ધરપકડ કરી છે

આખા દેશમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે, તેમ છતાં દેશભરમાં છુપી રીતે તેનું વેચાણ થઈ રહ્યું છે. દર વર્ષે આ ચાઈનીઝ દોરી થી હજારો પક્ષીઓ અને લોકોના મૃત્યુનું કારણ બને છે.

Related posts

ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સની સ્ટાર કાસ્ટે કલાનગરી વડોદરાની મુલાકાત લીધી

admin

વડોદરાના ઐતિહાસિક માંડવીના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું

admin

ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા ​

admin

Leave a Comment