ચિન્મય મિશન દ્વારા આગામી રવિવારે ૫૪ કુંડી હનુમાન ચાલીસા મહાયજ્ઞનું ભવ્ય આયોજન; આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
વડોદરા શહેરના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને વધુ પ્રજ્વલિત કરવાના હેતુથી ચિન્મય મિશન વડોદરા દ્વારા આગામી ૮ ફેબ્રુઆરી, રવિવારના રોજ એક અભૂતપૂર્વ ૫૪ કુંડી સમષ્ટિ શ્રી હનુમાન ચાલીસા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય મહાયજ્ઞના આયોજન અને તેની રૂપરેખા અંગે વિસ્તૃત માહિતી આપવા માટે આજે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી. ચિન્મય મિશનના માંજલપુર સ્થિત કેન્દ્ર ‘ચિન્મય સાધના’ ખાતે મિશનના આચાર્ય સ્વામી દેવેશાનંદ સરસ્વતી અને અધ્યક્ષ શ્રી મહેશભાઇ શાહ ઉપસ્થિત રહીને આગામી રવિવારના કાર્યક્રમ વિશે માધ્યમોને માહિતગાર કરવામાં આવ્યા હતા.. ચિન્મય આંદોલનના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ મહાયજ્ઞનું આયોજન શહેરની સુખ-શાંતિ અને આધ્યાત્મિક ચેતના માટે કરવામાં આવ્યું છે. ૫૪ હવન કુંડ દ્વારા સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ અને આહુતિઓ સાથેનું આ આયોજન વડોદરાના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ભવ્ય મહાયજ્ઞના આયોજન અને તેની રૂપરેખા અંગે વિસ્તૃત માહિતી આપવા માટે આજે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી

