છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ અધિકારીઓને સાથે રાખીને છોટાઉદેપુર તાલુકાના કેવડી જૂથ પાણી પુરવઠા યોજનામાં ઘોળીસામલ ગામે બનેલ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
છોટાઉદેપુર તાલુકાના કેવડી જૂથ પાણી પુરવઠા યોજનામાં ઘોળી સામલ ખાતે બનેલ પાણી સુદ્ધીકરણ પ્લાટની તેમજ ઢોરકૂવા સબ હેડવર્ક તેમજ છેવાડાના ગામો જેવા ગડોલા,મીઠીબોર , સિંગલાજા, માળ જેવા ગામોમાં નવી બનેલ ટાંકી સંપની મુલકાત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ લીધી હતી. તેમજ અલગ અલગ ગામોના ફળિયાઓમાં નલ સે જલ યોજના હેઠળ નલમા પાણી આવે છે, કે કેમ તેની પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ અધિકારીઓને સાથે રાખી ચકાસણી કરી હતી. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ અધિકારીઓ સાથે મુલાકાત લઇ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ મુલાકાત દરમિયાન ધારાસભ્યની સાથે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, વાસ્મોના અધિકારીઓ, સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

