ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ……
જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બે ઇસમો એક ટાટા કંપનીનો વાદળી કલરનો બંધ બોડીનો મીની ટેમ્પો જેના ઉપર એકવિરાઆઇ ટ્રાન્સપોર્ટ ” લખેલ છે જેનો આર.ટી.ઓ રજી. નંબર MH-04-LE-3213 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મધ્ય પ્રદેશ તરફથી નિકળેલ છે અને છોટાઉદેપુર થઇ આગળ અમદાવાદ તરફ જનાર છે જે હકીકત આધારે ઉપરોક્ત બાતમી હકીકત – મુજબના વર્ણન વાળો મીની ટેમ્પો આવતા તેને કોર્ડન કરી રોકી લઇ તેમા ખાત્રી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ-બીયરના ખાખી કલરના પુઠ્ઠાની પેટીઓ ભરેલ મળી આવતા તેને કોર્ડન કરી બન્ને ઇસમો પૈકી મીની ટેમ્પો ચાલકનું નામઠામ પુછતા તેને પોતાનું નામ રાજુભાઇ સંભાજી મોતેકર ઉ.વ.૩૫ મુળ રહે. સોલાપુર, હૈદરાબાદ નાકાની બાજુમાં તુરજાપુર હાઇવે તા.જી.સોલાપુર (મહારાષ્ટ્ર) હાલ રહે.ભીવંડી એસ.ટી બસ સ્ટેન્ડ બ્રીજની નીચે, ઠાણે (મહારાષ્ટ્ર)નો હોવાનું જણાવેલ તથા બાજુની સીટમાં બેસેલ ઇસમનું નામઠામ પુછતા તેને પોતાનું નામ મુજ્જફરહુશૈન મંહમદઅમીન અંસારી ઉ.વ.૨૫ મુળ રહે. બીકના, ડિહીવા મહોલ્લા તા.જી.સુલ્તાનપુર (ઉત્તર પ્રદેશ) હાલ રહે.ભીવંડી એસ.ટી બસ સ્ટેન્ડ બ્રીજની નીચે,ઠાણે (મહારાષ્ટ્ર)નો હોવાનુ જણાવેલ જેથી મીની ટેમ્પામાંથી પ્રોહી મુદ્દામાલ બહાર કાઢી નીચે ઉતારી ગણી જોતાં (૧)રોયલ સ્ટેગ સુપેરીઅર વ્હિસ્કી બ્લેન્ડેડ એન્ડ બોટલ અંગ્રેજી લેબલવાળા ૭૫૦ મી.લી.નાં કાચનાં બોટલની પેટીનંગ-૨૩ જે એક પેટીમાં ૧૨ નંગ લેખે કુલ નંગ-૨૭૬ જે એક નંગની કિમંત રૂપીયા.૧,૨૪૦/- લેખે કુલ કિમંત રૂપીયા.૩,૪૨,૨૪૦/- તથા (૨)રોયલ સ્ટેગ સુપેરીઅર વ્હિસ્કી બ્લેન્ડેડ એન્ડ બોટલ અંગ્રેજી લેબલવાળા ૧૮૦ મી.લી.નાં કાચનાં ક્વાટરીયાનીપેટી નંગ-૨૧ જે એક પેટીમાં ૪૮ નંગ લેખે કુલ નંગ-૧,૦૦૮ જે એક નંગની કિમંત રૂપીયા.૩૦૦/- લેખે કુલ કિમંત રૂપીયા.૩,૦૨,૪૦૦/- તથા(૩) બ્લેન્ડર્સ પ્રાઇડ અલ્ટ્રા પ્રિમીયમ વ્હિસ્કી બ્લેન્ડેડ એન્ડ બોટલના અંગ્રેજી લેબલવાળા ૭૫૦ મી.લી.નાં બોટલની પેટી નંગ-૦૯ જે એક પેટીમાં ૧૨ નંગ લેખે કુલ નંગ-૧૦૮ જે છ એક નંગની કિમંત રૂપીયા.૧,૩૯૫/- લેખે કુલ કિમંત રૂપીયા.૧,૫૦,૬૬૦/- તથા(૪)રોયલ ચેલેન્જ ☆ ગોલ્ડ વ્હિસ્કી અંગ્રેજી લેબલવાળા ૧૮૦ મી.લી.નાં કાચનાં ક્વાટરીયાની પેટી નંગ-૨૩ જે એક પેટીમાં ૪૮ નંગ લેખે કુલ નંગ-૧,૧૦૪ જે એક નંગની કિમંત રૂપીયા.૩૦૦/- લેખે કુલ કિમંત કુ રૂપીયા.૩,૩૧,૨૦૦/- તથા(૫) કિંગ ફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી. ના અંગ્રેજી લેબલવાળા ટીન બીયરની પેટી નંગ-૪૪ જે એક પેટીમાં ૨૪ નંગ લેખે કુલ નંગ-૧,૦૫૬ જે એક નંગની કિમંત રૂપીયા.૧૮૦/- લેખે કુલ કિમંત રૂપીયા.૧,૯૦,૦૮૦/- મળી કુલ પેટી નંગ-૧૨૦ કુલ બોટલ નંગ- ૩,૫૫૨ ની કુલ કિં.રૂ.૧૩,૧૬,૫૮૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પકડાયેલ પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ટાટા ઇન્ટ્રા મીની ટેમ્પો રજી.નં.MH-04-LE-3213જેની છે કિ.રૂ.૭,૦૦,૦૦૦/-તથામોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૫,૫૦૦/- તથા બન્ને ઇસમો પૈકી રાજુ સંભાજી – મોતેકરની અંગ ઝડતીના રોકડા રૂ.૨,૦૦૦/-તથા મુજ્જફરહુશૈન અંશારીની અંગ ઝડતીના રોકડા રૂ.૧,૬૬૦/- મળી કુલ કિં.રૂ.૨૦,૨૫,૭૪૦/-નો મુદ્દામાલ મળી આવેલ.જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

