દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા વિશે એવા પખવાડિયા અંતર્ગત પાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ નિમિત્તે શાળાના બાળકો સાથે એક રેલી પણ યોજવામાં આવી હતી.જેમાં ધારાસભ્ય મેયર કોર્પોરેટરો પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ જોડાયા હતા.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મેયર પિન્કીબેન સોની ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર ધારાસભ્ય પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અને કાઉન્સિલરોએ ભેગા મળીને સુરસાગર તળાવ કિનારે સાફ-સફાઈ કરી હતી સાથે જ દિવાલો પર સ્વચ્છ વડોદરા નું પેન્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરેક વોર્ડ દીઠ 25000 લોકોને આ અભિયાનમાં જોડવામાં આવ્યા છે.

