આજ રોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર બાળું સુર્વે દ્વારા પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી આ પ્રશ્નો ઉકેલવા વરિત પગલા ભરવામાં આવે તેવી માંગ કરી હતી.
તેમણે રજૂઆત કરી હતી કે વડોદરા શહેરમાં આવેલી ત્રણ નામી સ્કૂલો પાસેથી વર્ષોથી પાલિકાએ ભાડા પેટે લેવાના થતી સો કરોડ જેટલી માતબર રકમ પાલિકા દ્વારા કેમ વસૂલવામાં આવતી નથી? આ સાથે તેમના મત વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર પાસેનું તળાવ જ્યા ડ્રેનેજના પાણી મિક્સ થતા હોવાથી આસપાસ ની સોસાયટીઓમાં ભારે દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ બારેમાસ રહે છે ખ્રિસ્તીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને મંદિરમાં હજારો લોકો આવતા જતા હોય છે ત્યારે આ સમસ્યા પણ દૂર કેમ કરવામાં આવતી નથી તેવા સવાલો ઊભા કર્યા હતા. આ સાથે લાલબાગ તળાવથી વિશ્વામિત્રી નદી સુધી પાઇપ નાખી વરસાદી પાણીનો નિકાલ કરવાના કામને શરૂ કરાયા બાદ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે આ કામ ક્યારે પૂર્ણ થશે તે બાબતે પણ તેઓએ સવાલ પૂછ્યા હતા.

