છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ ધરાશાઈ થતા વિપક્ષ હવે સરકારને ઘેરવાનો પ્રયાસો કરી રહી છે. અનેક મુદ્દા સાથે વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સહિત કોંગ્રેસના હોદ્દેદારોએ કલેકટરને આવેદન પત્ર આપ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક આવેલ નેશનલ હાઇવે નબર 56 ઉપરનો વડોદરાથી મધ્યપ્રદેશને જોડતા બ્રિજના બે ટુકડા થયા હોવાનો મામલો વિદ્યાર્થિનીઓ માટેની સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું ન હોઈ અને તેજ સાયકલ સગેવગે થવાનો મામલો હોઈ કે પછી જિલ્લામાં તસ્કરોના ત્રાસનો મુદ્દો આવા દશ જેટલા મુદ્દાને લઇ આજે કલેકટરને તેમની સમસ્યાના નિવારણ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો પહેલા એટલે કે 65થી વધુ સમય પહેલા બનેલા બ્રીજૉ આજે ખખડધજજ બની જવા પામ્યા છે. ઓરસંગ નદી ઉપરનો છોટાઉદેપુર ,બોડેલી અને સંખેડાના બ્રિજ આજે જોખમી બની ગયા છે. ભારજ નદી ઉપરનો બ્રિજ ના જે રીતે બે ટુકડા થતા તેવી પરિસ્થતિ બીજા બ્રીજોની ન થાય તે બાબતે જિલ્લાના લોકોં ચિંતિત છે. સાથો સાથ કેટલાક ગ્રામ્ય વિસતરોના જૂના છલયા અને કોજવે ધોવાયા છે. જેને લઇ લોકો જીવના જોખમે લોકો પાણી માંથી પાસે થઈ રહ્યા છે. પાવીજેતપુર નજીકનો બ્રિજ તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે સરકારને ઘેરવાની કોશિશ પણ કરાઈ રહી છે.ગયા વર્ષે જ આ બ્રિજના બે પાયા બેસી ગયા હતા. અને તેજ વખતે નવો બ્રિજ બનાવવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી. પરંતુ બ્રિજ બનાવવાની તજવીજ હાથ ન ધરાઈ અને તેની જગ્યા એ નદી માંજ ડાયવર્જન બનાવી નાખ્યું. અને તે પણ 2.31 કરોડના ખર્ચે જે ચાર માસ પહેલા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હવે કોંગ્રેસને આ બાબતે વિરોધ કરવાનો મોકો મળી ગયો છે. ચોમાસાના સમયે ભારજ નદીમાં ભારે પુર આવતું હોઈ છે. જો બ્રિજના બે પાયા બેસી જતા હોઈ તો નદીના પાણીમાં બનાવેલ આ ડાયવર્જન ટકે ખરું અને જે અનુમાન કરવામાં આવ્યું તે પ્રમાણે પહેલાજ વરસાદમાં ડાયવર્જન ધોવાય અને લોકોને 30 કિમીનો ચકરાવો લાગવાનો વારો આવ્યો. એટલે હવે કોંગ્રેસ પણ ધોવાય ગયેલ ડાયવર્જનને લઇ ભ્રષ્ટાચારનો આરોપ લગવવામાં આવી રહ્યો છે.
ઓરસંગ નદી ઉપરનો બ્રિજ પણ 65 વર્ષથી વધુ જુનો થયો છે. અને તે પણ સમય મર્યાદા પૂર્ણ થઈ છે. જેને લઇ આ બ્રિજ પર ખાડા પડ્યા છે. તિરાડો પડી છે જેથી છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતો આ બ્રિજ પાવી જેતપુરના બ્રિજના બે ટુકડા થતા તેમ આ બ્રિજ પણ ધરાસાઇ થાય તો છોટાઉદેપુરનો સીધો માર્ગ બંધ થઈ જાય. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી તસ્કરોનો ત્રાસ જોવાઇ રહ્યો છે. રોજ રાત્રિના સમયે ગામ લોકો બે ઉજાગરા કરવાનો વારો આવ્યો છે. ગામના લોકો તસ્કરોનો લઇ ત્રાસી ગયા છે. ત્યારે વડોદરાથી છોટાઉદેપુર જતા આવતા રાહદારીઓ પણ હવે ડરી રહ્યા છે.ખાસ છોટાઉદેપુર જિલ્લા જે ભારે વરસાદ થયો અને કેટલાક ખેડૂતોને જે ભારે નુકશાન થયું તે બાબતે સરકાર ખેડૂતોને નુકશાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
હાલતો તમમ મુદ્દાને લઇ સરકારને ઘેરવાનો પ્રયાસ વિપક્ષ તરફથી કરવામાં આવી રહયો છે.તે બાબતે આગામી સમયમાં શું પ્રતિસાદ મળે છે. તે જોવું રહ્યું.

