40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં ચાલી રહેલી વરસાદી કાસની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરનું મિક્સર મશીન ખાડામાં ફસાયુ

વડોદરા શહેરમાં ચાલી રહેલી વરસાદી કાસની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સોમા તળાવ નજીક આવેલી શ્યામલ રેસીડેન્સી પાસે વરસાદી કાસની કામગીરી ચાલી રહી છે, જ્યાં ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન કરવામાં આવતા અકસ્માત સર્જાયો હતો.

માહિતી મુજબ કોન્ટ્રાક્ટરે સિમેન્ટ કોંક્રિટના બદલે માત્ર માટી નાખી ચરી પુરાણ કર્યું હતું. આ બેદરકારીના કારણે કોન્ટ્રાક્ટરનો પોતાનો જ સિમેન્ટ કોંક્રિટ મિક્સર મશીન ખાડામાં ફસાઈ ગયો હતો. ઘટનાથી કામકાજ અચાનક ઠપ્પ થઈ ગયું અને સ્થળ પર લોકોમાં ચર્ચા જાગી હતી.

અંતે જેસીબી મશીનની મદદથી ખાડામાં ફસાયેલા મિક્સર મશીનને બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટનાએ શહેરમાં ચાલી રહેલી વિવિધ વિકાસકામોમાં કોન્ટ્રાક્ટરોની કામગીરીની ગુણવત્તા અને દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Related posts

વડોદરાના બકરાવાડી વિસ્તારના રહીશો વારંવાર ઉભરાતી ગટરથી હેરાન પરેશાન

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા RCC રોડ બનાવવાની શરૂઆત 20 વર્ષ સુધી શાંતિ નો દાવો

admin

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ

admin

Leave a Comment