છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ–બોડેલી રોડ પર ભીંડોલ ગામ પાસે પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતી ચાર ગાયો જીવદયા પ્રેમીઓ દ્વારા બચાવવામાં આવી હતી. ગાડી અટકાવી તપાસ કરતાં ગાયો માટે કોઈ પરમીટ કે દસ્તાવેજો ન હોવાની બાબત સામે આવી હતી.
પિકઅપમાં ગાયો ખીચોખીચ ભરેલી, દોરડાથી બાંધેલી અને ઘાસચારો વગર હાલતમાં મળી આવી હતી. એક ગાય તો બેભાન હાલતમાં પડી હતી, જેને જોઈ જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
વાહન ચાલકે શરૂઆતમાં ગાયો ખેડૂતોની હોવાનો દાવો કર્યો હતો, પરંતુ આસપાસના ગામોમાં તપાસ કરતા ગાયો કોઈપણ ખેડૂતની ન હોવાનું ખુલ્યું હતું.
પોલીસ સ્થળ પર પહોંચીને ગાયો સહિત પિકઅપ ગાડી કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
જીવદયા પ્રેમીઓની સતર્કતા ન હોત તો ગાયો મધ્યપ્રદેશ તરફ કતલખાનામાં લઈ જવાત હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

