ડભોઈ મહુડી ભાગોળ નંબર 21 રેલ્વે ફાટકના ઉબડખાબડ રસ્તાથી વાહન ચાલકો પરેશાન ડભોઈ રેલ્વે અધિકારીઓ ધ્વારા મહુડી ભાગોળ નંબર 21 રેલ્વે ફાટક ના સમારકામ માટે ગત 15 દિવસ અગાઉ રાત્રીના ફાટક નો રસ્તો બંધ કરી ટ્રેક બદલવા સાથે મોટા બ્લોક,ગ્રેવલ નાખી રેલ્વે લાઇન ના પાટાઓ ની આજુબાજુ નુ સમારકામ કરાયુ હતુ.પરંતુ રાહદારીઓ,વાહન ચાલકો નો લેશ માત્ર વિચાર કર્યા વિના રેલ્વે કર્મચારીઓ ધ્વારા સિમેન્ટ ક્રોંક્રિટ નો માલ ભર્યા વિના રસ્તો ઉબડ ખાબડ કરી દેતા રોજ રોજ વાહન ચાલકો ગબડી રહ્યા છે.તો રેલ્વે ટ્રેક ની વચ્ચે પણ વાહનો ફસાઈ જતા હોય બંધ પડી જતા હકડેઠેઠ ટ્રાફીક સમસ્યા ઉભી થઈ રહી છે.જેથી માથાનો દુખાવો ઉભો કર્યો હોય વાહન ચાલકો મા રેલ્વે તંત્ર સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.ડભોઈ મહુડી ભાગોળ રેલ્વે ફાટક નુ સમારકામ થયા બાદ પાટા ની આજુબાજુ તેમજ ફાટક ઓળંગ્વા સુધી નો બન્ને ગેટ ની વચ્ચે નો રસ્તો મોટા બ્લોક અને ગ્રેવલ નાખી કોઈપણ જાતનુ સિમેંટ ક્રોંક્રિટ નો માલ ભર્યા વિનાજ ફાટક નો રસ્તો રાહદારીઓ અને વાહન ચાલકો માટે શરુ કરાવી દિધો હતો.જેના કારણે ઉબડખબડ રસ્તા ને લઈ વાહનો ને ભારે નુક્શાન થઈ રહ્યુ છે.ભારદારી અને થ્રી વ્હીલર લોડીંગ વાહનો, ઓટોરીક્ષાઓ, એકટીવા સ્કુટર ચાલકો ના વાહનો ફસાઈ રહ્યા છે.તો કેટલાક સ્કુટર ચાલકો ગબડી પણ રહ્યા છે.ફોર વ્હીલર વાહનો ને પણ નુક્શાની વેઠવાનો વારો આવી રહ્યો છે.સમારકામ થયા બાદ થી 15 દિવસ ઉપરાંત નો સમય વિતવા છતા રેલ્વે તંત્ર બેધ્યાન રહેતા વાહન ચાલકો અને રાહદારીઓ મા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

