30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ જાહેરમાં ગંદકી કરનાર હોટલ સંચાલક સામે લાલઆંખ, નગરપાલિકાએ ફટકાર્યો ₹15,000નો દંડ

ડભોઇ નગરમાં સ્વચ્છતા જાળવવા તંત્ર સજ્જ: દર્શન હોટલ દ્વારા એઠવાડનો નિકાલ કરતા હોવાના પુરાવા મળતા ચીફ ઓફિસરના આદેશથી કડક કાર્યવાહી ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન એમ. તડવી ના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની સેનેટરી શાખા દ્વારા નગરમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતું બનાવવામાં આવ્યું છે જે અંતર્ગત જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે દંડનીય કાર્યવાહીના ભાગરૂપે આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ​

નગરમાં ફરતીકુંઈ વિસ્તારમાં આવેલી દર્શન હોટલ દ્વારા ડભોઇ યુનિટી હોસ્પિટલની બાજુમાં હોટલનો એઠવાડ અને કચરો જાહેરમાં નાખવામાં આવતો હોવાના વીડિયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સ તંત્રને પ્રાપ્ત થયા હતા. આ ગંભીર બેદરકારી બદલ ચીફ ઓફિસરના સૂચનથી સેનેટરી ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી દંડનીય કાર્યવાહી: હોટલ સંચાલકને કાયદેસરની નોટિસ ફટકારી રૂ. 15,000 નો મસમોટો દંડ વસૂલવામાં આવ્યો હતો.ટીમની કામગીરી: આ કામગીરીમાં સેનેટરી ઇન્સ્પેક્ટર હીનાબેન રાઠવા, મહેશ એચ. વસાવા, અને ભાવિશાબેન પરમાર સહિતની ટીમે સ્થળ પર જઈ કડક કાર્યવાહી હાથ ધરી હતી નગરજનોને ખાસ અપીલ કરવામાં આવે છે કે કોઈએ પણ જાહેરમાં કચરો કે ગંદકી કરવી નહીં. તમામ કચરો ઘરે આવતા ડોર-ટુ-ડોર વાહનમાં અથવા સફાઈ સેવકને જ આપવા નમ્ર વિનંતી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે હજુ પણ કડક પગલાં લેવાશે નગરપાલિકા તંત્રનગરપાલિકાની કડક ચેતવણી આ કાર્યવાહી દ્વારા ડભોઇ નગરપાલિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નગરના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને છોડવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.

Related posts

સંસ્કારી નગરી વડોદરામાં ફરી રસ્તા પર ભૂવો : અકોટા વિસ્તારમાં મોટો ખાડો પડતા તંત્ર સામે રોષ

admin

ડભોઈમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્ત નૃત્ય રેલીએ

admin

શ્રાવણ ની શરૂઆત પહેલા યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે અષાઢ વદ કામિકા એકાદશી ના પાવન દિવસે પુજા અભિષેક આરતી

admin

Leave a Comment