ડભોઈ કરનેટ પાસેથી પસાર થતી ઓરસંગ નદી લીલ ના સામ્રાજ્યમાં ગરકાવ પશુ પંખીઓ પાણી માટે તરસે છેએક તરફ સરકારની ‘નિર્મલ નદી’ની વાતો, બીજી તરફ ગંદકીથી ખદબદતી ઓરસંગ નદી;ગ્રામજનોમાં ભારે રોષ
ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસેથી પસાર થતી પવિત્ર ઓરસંગ નદી હાલ વહીવટી તંત્રની ઉદાસીનતાનો ભોગ બની રહી છે. નદીના વહેતા ચોખ્ખા પાણીમાં મોટા પાયે લીલ (શેવાળ) જામી જતાં આખી નદી લીલા રંગની ગંદકીમાં ફેરવાઈ ગઈ છે. નદીમાં પાણી હોવા છતાં તે પીવાલાયક ન રહેતા સ્થાનિકો અને અબોલ પશુઓની હાલત કફોડી બની છે.
પીવાના પાણીની વિકટ સમસ્યાઓરસંગ નદીમાં જે પ્રકારે લીલ બાજી ગઈ છે, તેના કારણે પાણી અત્યંત દૂષિત અને ગંધાતું થઈ ગયું છે. આ પરિસ્થિતિને કારણે ઢોર-ઢાંખરની હાલાકી: આસપાસના સીમ વિસ્તારના પશુઓ અને વન્ય પક્ષીઓ આ દૂષિત પાણી પી શકતા નથી, જેના કારણે ઉનાળા જેવી સ્થિતિમાં તેમને પાણી માટે ભટકવું પડે છેઆરોગ્યનું જોખમ: નદીમાં ગંદકી વધતા મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે સરકારના દાવાઓ સામે સવાલ એક તરફ ગુજરાત સરકાર સ્વચ્છ ભારત’ અને ‘નિર્મલ નદી’ અભિયાન હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી નદીઓને પ્રદૂષણ મુક્ત રાખવાના મોટા-મોટા દાવા કરી રહી છે, ત્યારે કરનેટ ગામની ઓરસંગ નદીની હાલત આ દાવાઓની પોલ ખોલી રહી છે. સ્થાનિક લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે નદીઓની સફાઈ માટેના સરકારી આદેશો શું માત્ર કાગળ પર જ છે લોકોની પ્રતીક્ષા: ક્યારે થશે નદીની સફાઈ?
ગંદકી અને લીલના કારણે ઓરસંગ નદી નદી મટીને ગંદા વોકળા જેવી દેખાઈ રહી છે. ગ્રામજનો લાંબા સમયથી આ ગંદકી દૂર કરી નદીને ફરી જીવંત અને સ્વચ્છ કરવાની માંગ કરી રહ્યા છેગ્રામજનોની માંગતંત્ર સત્વરે જાગે અને આ લીલના સામ્રાજ્યને દૂર કરી નદીના પાણીને ફરીથી પીવાલાયક બનાવે તે જરૂરી છે. જો વહેલી તકે સફાઈ નહીં થાય, તો પશુધન માટે જીવવું મુશ્કેલ બની જશે.”

