ડભોઇ કડિયાવાડ ખાતે ઓર્થોપેડિક મેગા કેમ્પ યોજાયો હતો જેમાં મોટા ભાગના આધેડ ભાઈ-બહેન દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો ડોક્ટર જાસ્મીન પટેલ અને તેઓની ટીમે સુંદર સેવાઓ બચાવી હતી…
મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ અકોટા વડોદરા તથા યુનિટ યુથ ફાઉન્ડેશનના સહયોગથી કડિયા સમાજના પ્રમુખ હાજી સિકંદર ભાઈ લગનીયા. સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતીયા. સામાજિક કાર્યકર ઇમરાન ભાઈ કુરેશી તેમજ લાલાભાઇ અને યુથ ફાઉન્ડેશનના વડા સાજીદ ભાઈ પઠાણના સહકારથી આયોજિત સ્પાઇ નેક્ટીસ હોસ્પિટલ એન્ડ રિચાર્જ સેન્ટર આયોજિત ફ્રી મેગા કેમ્પ નું આયોજન ડભોઇ કડિયાવાડ મદ્રાસા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બોન મીનરલડેન્સીટી. ઓક્સિજન સેચ્યુરેશન. બ્લડ સુગર. બ્લડપ્રેશર.એક્સે સ્ક્રીનીંગ સહિત જરૂરિયાતમંદ દર્દીઓ મુજબ વિવિધ પ્રકારના ટેસ્ટ કરી આશરે 138 જેટલા દર્દીઓનો ફ્રી ચેક અપ કેમ્પ મા લાભ લીધો હતો અને યોજાયેલા કેમ્પમાં ડોક્ટર શુભદાની. ડોક્ટર કિરણ જયસ્વાલ ઓર્થોપેડિક. ડોક્ટર અભિષેક કહાર વિગેરે ટીમ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સફળ બનાવવા અને સહયોગ આપનાર તમામનો ડોક્ટર જાસ્મીન પટેલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો…

