વડોદરા: આજવા રોડ પર થયેલા અકસ્માત અંગે ફરિયાદી દ્વારા ગઈ કાલે આપવામાં આવેલી અરજીના આધારે બાપોદ પોલીસે તરત જ કાર્યવાહી કરતાં મારુતિ સ્વિફ્ટ ચાલક પ્રતીક ગુલાબરાવ બોરસેની ધરપકડ કરી છે.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવક આદર્શ સિંઘને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ડીસીપી ઝોન-4 એન્ડ્રુ મેકવાને માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આરોપી પ્રતીક બોરસે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી નશાકારક પીણું મળ્યું હોવાથી તેનું નમૂનો FSLમાં મોકલવામાં આવ્યો છે.
પોલીસે આરોપી સામે અકસ્માત, પ્રોહીબિશન અને નશાની હાલતમાં વાહન ચલાવવાના ગુનાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ વધુ તપાસ ચાલુ છે.

