27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા કોર્પોરેશનની કચેરીએ દેખાવો, દબાણો દૂર કરવા માંગ

વિશ્વામિત્રી નદીના પૂરમાં લગભગ મોટાભાગનું શહેર ડૂબી ગયું જેનું મુખ્ય કારણ વિશ્વામિત્રી નદીમાં વહેણને અવરોધતી અઘોરા સીટી સેન્ટર દ્વારા 2015 ડિસેમ્બરથી પાયા ખોદી બાંધકામ શરૂ કરી બાંધવામાં આવેલી તોતિંગ દિવાલ છે. આ આક્ષેપ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા કોર્પોરેશનની કચેરી ખાતે દેખાવો કર્યા હતા. વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી શૈલેષ અમીને જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીમાં દિવાલ વર્ષ 2015 ડિસેમ્બરમાં બની રહી હતી ત્યારે અમે વિશ્વામિત્રી બચાવ સમિતિના નામે આ નદી ભવિષ્યમાં વડોદરાને પૂરતી ડુબાડશે એવી ભીતિ વ્યક્ત કરી હતી અને મ્યુનિસિપલ કમિશનર, કલેકટર, સિંચાઈ વિભાગ, ખાણ ખનીજ વિભાગ તેમજ પર્યાવરણ અને જંગલ વિભાગને આવેદનપત્રો આપી રજૂઆતો કરી હતી.તેમણે વધુમાં જણાવ્યું કે, આ મેં – 2016 માં ગુજરાત હાઇકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરી હતી અને નદીનો પ્રવાહ રોકતી તોતિંગ દીવાલ તોડવા માટે અને નદીને ખૂલ્લી કરવા માટે વિશ્વામિત્રી બચાવ સમિતિના નેજા હેઠળ લડત આપી રહ્યા છે. હવે જ્યારે વડોદરામાં આવેલ વિશ્વામિત્રીનું વહેણ અટકતા આવેલ પુરથી વડોદરાને ડુબાડી ગયું અને પ્રજાનો રોષ ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપર પ્રજાએ દરેક વિસ્તારમાંથી ઠાલવ્યો છે.

Related posts

ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ દ્વારા કુબેર ભવન ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

admin

એંબેરગ્રીસ વેચતી ટોળકી ઝડપાઈ – વડોદરા ઝોન 2 એલસીબીની સફળ કાર્યવાહી

admin

ગોડાઉન પર દારૂના કટીંગ સમયે જ PCB કર્યું હલ્લા બોલ હરીયાણામાં એક્સાઇઝના ગુનામાં વોન્ટેડ બુટલેગર નીલુ સિંધી ઝડપાયો

admin

Leave a Comment