40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સુરસાગર પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે રુકમણી વિવાહ અને પાલખી યાત્રામાં ભક્તોનો ઉમળકો

વડોદરા શહેરના સુરસાગર પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહનો સમાપન : રુકમણી વિવાહ અને પાલખી યાત્રામાં ભક્તોનો ઉમળકો

વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવની કિનારે સ્થિત પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક ઉત્સવોની શ્રેણી જળવાઈ રહી. ગત 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી વિશાળ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરભરના મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લઈ ધર્મલાભ લીધો હતો.

સપ્તાહના અંતિમ દિવસે રુકમણી વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કુમેદાન ફળિયાથી લઈને પાતાળેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા સ્વરૂપે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાળખીમાં શ્રી રુકમણી-કૃષ્ણના પાત્રો સાથે ભજન-કીર્તનનો રંગ છવાઈ ગયો હતો.

મોટી સંખ્યામાં ભક્તો, સ્થાનિક રહેવાસીઓ તેમજ વિવિધ મંડળોએ જોડાઈ યાત્રાને ભવ્યતા આપી હતી. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ધ્વજવંદન, આરતી અને દર્શનનો લાભ લીધો હતો.

Related posts

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગટર અકસ્માતે યુવાનનું મોત થતાં તંત્રની બેદરકારી સામે કેન્ડલ માર્ચ

admin

મોડીફાઇડ કરેલા સાઇલેન્સર વાળા ની ખેર નહીં….મોડીફાઇડ બુલેટના સાઇલેન્સર ઉપર પશ્ચિમ ઝોન ટ્રાફિક શાખા દ્વારા 16 બુલેટ ડિટેન કરવામાં આવી

admin

વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 11 માં જય બજરંગ સોસાયટી ઘણા ટાઈમથી ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકો દ્વારા રોષ ઠાલવ્યો

admin

Leave a Comment